તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપનો વિરોધ : પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો
ઘનશ્યામ બારોટ અને પંકજ પટેલ અને કાર્યકરોનો વિરોધ: વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ના કામ ન થતા હોવાના લોકોનો આક્ષેપ

અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. ઇન્ડિયા કોલોની અનીલ સ્ટાર્ચ મીલ પાસે ભાજપ ઉમેદવારો લોકોનો રોષનો ભોગ બન્યા હતા .ઘનશ્યામ બારોટ અને પંકજ પટેલ અને કાર્યકરોનો લોકોએ વિરોધ કર્યો હતો આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ના કામ ન થતા હોવાના લોકોએ આક્ષેપ કર્યો હતો લોકોએ “ભાજપ હાય હાય” ના સૂત્રોચાર કર્યા હતા . ગરીબ વિસ્તારના કામો ન થતા હોવાને કારણે સ્થાનિક લોકોએ રોષ પ્રગટ કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો .
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
