News of Friday, 22nd May 2026
નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના વધતા પ્રકોપને લઈને ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા લેટર બોમ્બ ફોડ્યો
સાંસદે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી જિલ્લામાં બેરોકટોક દારૂ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો:પત્રમાં બુટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ ઉલ્લેખ

નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના વધતા પ્રકોપને લઈને ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ જ લેટર બોમ્બ ફોડ્યો છે. મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી જિલ્લામાં બેરોકટોક દારૂ વેચાતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પત્રમાં બુટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લામાં મોટા પ્રમાણમાં જુગારના અડ્ડા ધમધમતા હોવાની વાત કરી રાજકીય આગેવાનો અને પોલીસની મીલિભગતનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સાંસદ મનસુખભાઇ વસાવાએ કેટલાક પોલીસકર્મીઓના નામો સાથે પણ આક્ષેપો કર્યા છે અને મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો દાવો કર્યો છે. આમલેથા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની મીલિભગત હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંતમાં તેમણે “યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ” કહી ચિંતા વ્યક્ત કરી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
