<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભાજપમાં હવે વફાદારી કે વિચારધારાનું નહીં, કોંગ્રેસ ના જીતે તેનુ મહત્વઃ કાર્યકરોનો આક્રોશ

અસારવા વિધાનસભાના વોટસએપ ગ્રુપમાં પોસ્ટ મૂકીને ઠાલવ્યો બળાપો. વિપક્ષમાંથી ભાજપમાં આવતા કાર્યકરો સન્માન અંગે વ્યક્ત કર્યું દુઃખ.

ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે કાર્યકરોનો આક્રોશ બાહર આવ્યો છે,સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્વરૂપે બહાર આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે. અસારવા વિધાનસભાની કાર્યકરોની નારાજગીએ ચર્ચા જગાવી છે, અસારવા વિધાનસભાના વોટસએપ ગ્રુપમાં પોસ્ટ મૂકીને બળાપો ઠાલવ્યો હતો વિપક્ષમાંથી ભાજપમાં આવતા કાર્યકરો સન્માન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું ભાજપના કાર્યકરો સન્માન અંગે પણ ગ્રુપમાં પ્રશ્ન ઉઠ્યો હતો, વિપક્ષમાંથી આવતા નેતાઓ ગોળ અને મૂળ ભાજપના કાર્યકરો ખોળ અંગેની નીતિ તેમજ ઝંડા અને દંડા ખાનાર દીવાલ કમલ કંડારનાર કાર્યકરો ભાજપ ક્યારે યાદ કરશે !. વિચારધારા કે વફાદારીનું ભાજપમાં મહત્વ નહિ બલકે કોંગ્રેસના જીતે તેનું મહત્વ.

(8:33 PM IST)