<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ગાંધીનગરમાં ગેરકાયદે રીતે ધમધમતી નોન-વેજની દુકાનો અને લારી-ગલ્લાઓ સામે ભાજપના સ્થાનિક કોર્પોરેટરો મેદાને પડ્યા

વોર્ડ નંબર-૩ના ચાર કોર્પોરેટરોએ સંયુક્ત હસ્તાક્ષર સાથે મનપા કમિશનરને સત્તાવાર લેખિત રજૂઆત કરી, જેમાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે સેક્ટર-24 પાસે જાહેરમાં મૃત પશુના અવશેષો મળી આવ્યા

ગાંધીનગર :રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગેરકાયદે રીતે ધમધમતી નોન-વેજની દુકાનો અને લારી-ગલ્લાઓ સામે ભાજપના સ્થાનિક જનપ્રતિનિધિઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૩ના ચાર કોર્પોરેટરોએ સંયુક્ત હસ્તાક્ષર સાથે મનપા કમિશનરને એક સત્તાવાર લેખિત રજૂઆત કરી છે, જેમાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે સેક્ટર-24 પાસે જાહેરમાં મૃત પશુના અવશેષો મળી આવ્યા છે.

  કોર્પોરેટરોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આવી અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક નાગરિકોની ધાર્મિક અને સામાજિક લાગણીઓ દુભાઈ રહી છે, તેમજ શહેરની શાંતિ, સલામતી અને જનઆરોગ્ય જોખમમાં મુકાયું છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા આવી તમામ ગેરકાયદે માંસ-મટનની દુકાનો સામે તાત્કાલિક ધોરણે કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે

(11:11 PM IST)