<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતો સાથે ભાજપ સરકારે ક્રૂર મજાક કરી છે: પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા

ચાર જિલ્લામા સંપૂર્ણ પણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે 8500 ની સહાયની જગ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા ધિરાણ આપવામા આવે છે તે સંપૂર્ણ માફ કરવું જોઈએ

રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ સરકારે ખેડૂતો સાથે ક્રૂર મજાક કરી છે. સરકારે એક હેક્ટર દીઠ 8500 રૂપિયાની સહાય ખેડૂતોની મજાક સ્વરૂપ છે. 2019 મા ખેડૂતોની પાક વીમા યોજના બંધ કરી. કેન્દ્ર સરકાર દ્વારા હેકટર કપાસનું ધિરાણ 1.5000 નકકી કર્યું છે મગફળીનું 1.37000 નક્કી કર્યું છે. સરકાર સ્વીકારે છે ચાર જિલ્લામા સંપૂર્ણ પણ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે 8500 ની સહાયની જગ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા ધિરાણ આપવામા આવે છે તે સંપૂર્ણ માફ કરવું જોઈએ.

(9:42 PM IST)