તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ભાજપા સરકાર હંમેશા પ્રજાના પ્રતિભાવોના આધારે કાર્યરત છે, જેના પરિણામે લોકોમાં સુશાસન પ્રત્યે અતૂટ વિશ્વાસની લાગણી: મુખ્યમંત્રી : ભૂપેન્દ્રભાઈ પટેલ
માત્ર બે-ચાર શહેરો નહીં, પરંતુ છેવાડાના માનવી સુધી સર્વાંગી વિકાસ પહોંચાડવો એ ભાજપા સરકારનો મુખ્ય ધ્યેય: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપા ઉમેદવારોને વિજયી બનવવાના આહ્વાન સાથે જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપનો કાર્યકર માત્ર ચૂંટણી સમયે જનતા પાસે જનારો નહિ, પરંતુ સતત પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યાઓ ઉકેલવા ટેવાયેલો છે. ભાજપાની સરકાર હંમેશા પ્રજાના પ્રતિભાવોના આધારે કાર્યરત રહી છે, જેના પરિણામે આજે લોકોમાં સુશાસન પ્રત્યે અતૂટ વિશ્વાસની લાગણી જોવા મળી રહી છે. સરકારની પારદર્શક કાર્યશૈલી સાથે કાર્ય કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે, તેનું વળતર ભાજપા સરકારે વિકાસના કામો થકી આપ્યું છે. ભૂતકાળમાં ઉત્તર ગુજરાતની કપરી પરિસ્થિતિ અને ડાર્ક ઝોનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, પહેલાં કોંગ્રેસના શાસનમાં રોડ, રસ્તા, વીજળી અને પીવાના પાણીની ભારે અછત હતી, પરંતુ આજે 24 કલાક વીજળી અને ખેતી માટે દિવસે વીજળી ઉપલબ્ધ કરાવી છે. રાજ્યમાં MSME ઉદ્યોગોની સંખ્યા 1.83 લાખથી વધીને 27 લાખને પાર કરી ગઈ છે. વિશ્વની અગ્રણી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. આજે સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે, જે વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વને આભારી છે.
તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધી ગુજરાતનું બજેટ રૂ. 30 હજાર કરોડ થી વધી રૂ.4 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. આપણું ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આ વિધાનસભા વિસ્તારમાં જ છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.500 કરોડથી વધુના વિકાસ કામો થયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકસિત ભારત માટે માત્ર બે-ચાર શહેરો નહીં, પરંતુ છેવાડાના માનવી સુધી સર્વાંગી વિકાસ પહોંચાડવો એ ભાજપા સરકારનો મુખ્ય ધ્યેય છે. આવાસ યોજનાથી અનેક નાગરિકોને ઘર નું ઘર મળ્યું છે. આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની મફત સારવાર અને કિસાન સન્માન નિધિના સીધા ખાતામાં જમા થતા નાણાંએ ગરીબ અને સામાન્ય પરિવારને મુખ્યધારામાં લાવવાના સરકારના મક્કમ પ્રયાસો છે. લાભાર્થીઓને DBTના માધ્યમથી રકમ જમા થવાથી વચેટિયાઓનો અંત આવ્યો છે. ટેકનોલોજીના ઉપયોગ થકી યોજનાઓનો લાભ સરળતાથી નાગરિકોને ઘેર બેઠા નાગરિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત છે.
પટેલે જણાવ્યું કે, હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, પરંતુ માત્ર 'વિકાસની રાજનીતિ' પર લડાય છે,
તેઓએ ૨૬ એપ્રિલે જંગી મતદાન કરી આગામી સમયમાં ભાજપના તમામ ઉમેદવારોને પ્રચંડ સાથે વિજયી બનાવી વિકાસની આ વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, સાબરકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઇ પટેલ, જિલ્લાના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, વી.ડિ. ઝાલા, પુર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાબેન કુંવરબા, ભાજપા આગેવાનો, અગ્રણીઓ, સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, ઉમેદવારો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
