તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
સેલંબા-પાંચપીપરી રોડ પર વારંવાર દેખાતા દીપડાને પકડી સુરક્ષિત સ્થળે સ્થળાંતર ક૨વા બીજેપી મહામંત્રીની રજૂઆત
ઈજાગ્રરત યુવતીને રાજ્ય સરકાર તથા વન વિભાગની જોગવાઈ મુજબ તાત્કાલિક અને યોગ્ય વળતર તથા સારવાર ખર્ચ ચૂકવવામાં આવે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે વારંવાર દીપડા લટાર મારતા જોવા મળ્યા છે તે પૈકી અમુક ખુંખાર દીપડા તો જાનવરો કે મનુષ્ય પર હુમલા કરી ઇજાગ્રસ્ત કરે કે જીવ પણ લેવાના બનાવ બન્યા હોય અને તાજેતર માં બાઇક પર જતી એક યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હોય કા માટે પંકજભાઈ ભીખાભાઈ આહીરે, મહામંત્રી ભા.જ.પા. એસ.સી મોર્ચા, નર્મદા તેમજ સભ્ય - ગૃપ ગ્રામ પંચાયત,સેલંબા તથા અધ્યક્ષ ન્યાય સમિતિ ગૃપ ગ્રામ પંચાયત,સેલંબા નાઓ એ
મુખ્ય વન સંરક્ષક, ગુજરાત રાજ્ય ને પત્ર લખી રજુઆત કરી છે.
પંકજભાઈ આહીરે એ લખેલા પત્ર મા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના સેલંબા-પાંચપીપરી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની અવરજવર અને દેખાવની ઘટનાઓ સતત બની રહી છે. તારીખ-28/06/2026 ના રોજ પિતા સાથે બાઈક પર જઈ રહેલી એક યુવતી પર દીપડાએ અચાનક હુમલો કરી તેના પગના પંજામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર છે.
આ વિસ્તારની આસપાસના ગામો, ખેતીના ખેતરો, શાળાઓ અને જાહેર માર્ગો આવેલ હોવાથી લોકોના જાન-માલને સતત જોખમ રહેલું છે. અગાઉ પણ દીપડાના દેખાવની અનેક ઘટનાઓ સામે આવી હોવા છતાં હજુ સુધી કાયમી અને અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
આથી આપને નમ્ર વિનંતી છે કે, સેલંબા-પાંચપીપરી રોડ તથા આસપાસના વિસ્તારમાં તાત્કાલિક પાંજરાં ગોઠવી દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવે, વન વિભાગની વિશેષ રેક્યૂ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનીટરીંગ કરવામાં આવે, ગ્રામજનોને દીપડાથી બચવા અંગે જાગૃતિ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે, ઈજાગ્રરત યુવતીને રાજ્ય સરકાર તથા વન વિભાગની જોગવાઈ મુજબ તાત્કાલિક અને યોગ્ય વળતર તથા સારવાર ખર્ચ ચૂકવવામાં આવે, ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટના ફરી ન બને તે માટે જરૂરી તમામ નિવારક પગલાં તાત્કાલિક લેવામાં આવે, આ બાબત માનવ જીવનની સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી આપ તાત્કાલિક કાર્યવાહી કરશો તેવી અપેક્ષા છે
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
