તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
''ભાજપના ઉમેદવારોએ અહીં મત માંગવા આવવું નહીં' અમદાવાદ લાંભા વોર્ડમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા
શાહવાડી વિસ્તારમાં ચૂંટણી પહેલા જ ભાજપ સામે વિરોધના સૂર ઉઠ્યા: રોષે ભરાયેલા સ્થાનિકોએ હવે ચૂંટણી બહિષ્કાર જેવું આક્રમક વલણ અપનાવ્યું

અમદાવાદના લાંભા વોર્ડના શાહવાડી વિસ્તારમાં ચૂંટણી પહેલા જ ભાજપ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. સ્થાનિક રહીશોએ સોસાયટીઓમાં ભાજપ વિરોધી બેનરો લગાવીને સ્પષ્ટ સૂચના આપી છે કે ભાજપના ઉમેદવારોએ અહીં મત માંગવા આવવું નહીં.રહીશોનો આક્ષેપ છે કે પૂર્વ કોર્પોરેટરો દ્વારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસકાર્યો કરવામાં આવ્યા નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા, રોષે ભરાયેલા સ્થાનિકોએ હવે ચૂંટણી બહિષ્કાર જેવું આક્રમક વલણ અપનાવ્યું છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
