<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમદાવાદમાં મૂળ પાકિસ્‍તાની ભાજપનાં ઉમેદવાર જીત્‍યા

અમદાવાદના સરદારનગરમાં ભાજપનાં મૂળ પાકિસ્‍તાની ઉમેદવાર વિજેતા થયા હતા

અમદાવાદ તા.૨૯: અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્‍યમાં યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. અમદાવાદમાં ભાજપે ગઢ ખાડિયા ગુમાવ્‍યો હતો. તેમ છતાં ૧૯૨ બેઠકમાંથી ૧૬૦ સીટ પર કબજો કર્યો હતો.  બાપુનગર અને સરસપુરમાં ભાજપની પેનલ તૂટી હતી. અમદાવાદના સરદારનગરમાં ભાજપનાં મૂળ પાકિસ્‍તાની ઉમેદવાર વિજેતા થયા હતા.

મૂળ પાકિસ્‍તાનના સિધમાં જન્‍મેલા અને ૧૯૯૦માં હિજરત કરીને અમદાવાદમાં આવીને વસેલા ડિમ્‍પલ વરિન્‍દાનીનો સરદારનગર વોર્ડમાં ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયો હતો. પાકિસ્‍તાનથી હિજરત કરીને આવ્‍યાના ૨૨ વર્ષ બાદ તેમને ભારતીય નાગરિકતા મળી હતી. જેના લીધે પાકિસ્‍તાનથી હિજરત કરીને આવનારા લોકોને નાગરિકતા અપાવવા માટે વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે. અત્‍યાર સુધી અમદાવાદમાં ૪૫૦૦ સહિત રાજ્‍યમાં ૬૦૦૦ જેટલા પાકિસ્‍તાનીઓને તેમણે નાગરિકતા અપાવી છે. ડિમ્‍પલ વરિન્‍દાનીને ૧૯૬૦૬ મત મળ્‍યા હતા.

ડિમ્‍પલ વરિન્‍દાની એ સરદારનગર વિસ્‍તારમાં સક્રિય ભાજપના નેતા અને સામાજિક કાર્યકર છે. તેઓ ગ્‍થ્‍ભ્‍ કર્ણાવતી શહેર કારોબારી સભ્‍ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સરદારનગર વોર્ડ - ૧૧ માંથી ભાજપે તેમને ટિકિટ આપી હતી. તેઓ હેલ્‍પિંગ હેન્‍ડ્‍સ ટ્રસ્‍ટના પ્રમુખ છે. આ ઉપરાંત એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોની પરિયાદ નિવારણ સમિતિના સભ્‍ય પણ છે.

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં મતદારોએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્‍યો હતો. ૧૯૨માંથી ૧૬૦ સીટ પર ભગવો લહેરાયો હતો. ભાજપને સતત પાંચમી વાર બહુમતી પ્રાપ્ત થઈ હતી અને કોંગ્રેસની ગત ટર્મની બેઠકોમાં આઠ બેઠકનો વધારો થયો હતો અને ૩૨ બેઠક મળી હતી.

(10:42 AM IST)