<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત:રાજુભાઈ શુકલ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કંજારિયાનું નામ જાહેર

ભાજપે આ સાથે અરૂણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મણીપુર અને રાજસ્થાનમા ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કર્યા

ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની બેઠકોની મુદત 21-06-2026ના રોજ પૂર્ણ થઇ છે. આ ખાલી પડનારી ચાર બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ થોડા દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યો છે. તેવામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર 1.રાજુભાઈ શુક્લા 2.મુકેશ રાઠવા 3.માનસિંહ પરમાર 4. જીતેન્દ્ર કણઝારીયા

      મુદત પૂરી કરનાર સભ્યો   1. રામભાઈ હરજીભાઈ મોકરીયા 2. અમીન નરહરી હીરાભાઈ ૩. ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી 4. રમીલા બેચરભાઈ બારા

 ભાજપે આ સાથે અરૂણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મણીપુર અને રાજસ્થાનમા ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કર્યા છે  તેમજ ઓડીસાની ખાલી પડેલી રાજયસભાની બેઠકના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 

(6:53 PM IST)