તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
અંબાજી નજીક ચીખલા હેલીપેડ પર બુટલેગરો દ્વારા બર્થડે પાર્ટી કરાઈ :હેલીપેડ પર જ નશાની હાલતમાં ઉજવણી
હેલીપેડમાં અંદર કાર લઈ જઈને તેના બોનેટ પર બેસીને નબીરાઓએ જન્મદિવસ ઉજવ્યો : હેલીપેડ સુધી અંદર કઈ રીતે પહોંચ્યા પહેલો સવાલ ઉઠ્યા

અંબાજી નજીક ચીખલા હેલીપેડ પર બુટલેગરો દ્વારા બર્થડે પાર્ટી યોજવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં કાયદા અને નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન થયાનું જોવા મળ્યું છે
. મળતી માહિતી મુજબ હેલીપેડ પર જ નશાની હાલતમાં ઉજવણી કરવામાં આવી હતી અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચા જગાવી છે કારણ કે જાહેર સ્થળે આવી રીતે પાર્ટી યોજાતાં નિયમોની અવગણના થઈ હોવાનું માનવામાં આવે છે. ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસની માંગ કરવામાં આવી છે.
અંબાજી નજીક ચિખલા હેલીપેડ ઉપર નબીરાઓએ ઉજવ્યો જન્મદિવસ અને અસામાજિક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, વીડિયોમાં એક બે જણા નહી પરંતું ઘણા લોકો દેખાઈ રહ્યાં છે અને હેલીપેડમાં અંદર કાર લઈ જઈને તેના બોનેટ પર બેસીને નબીરાઓએ જન્મદિવસ ઉજવ્યો હતો, તો હેલીપેડ સુધી અંદર કઈ રીતે પહોંચ્યા પહેલો સવાલ ઉઠ્યો છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
