<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

કોંગ્રેસના જુના અને જાણીતા નેતા ભરતસિંહ સોલંકીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો જન્‍મ તા. ૨૬ નવેમ્‍બર ૧૯૫૩ ના દિવસે થયેલ. તેઓ બે વખત પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિપક્ષી ઉપનેતા, કેન્‍દ્રના ઉર્જા અને રેલ રાજયમંત્રી, કોંગ્રેસના રાષ્‍ટ્રીય મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. આજે ૭૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે  બે વખત તેમણે જવાબદારી સંભાળી છે (પ્રથમ વખત ૨૦૦૬ થી ૨૦૦૮ અને બીજી વખત ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૮ સુધી). ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના નેતળત્‍વ હેઠળ કોંગ્રેસે ૭૭ બેઠકો પર જીત મેળવી હતી. તેઓ ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સેક્રેટરી (૨૦૦૪-૨૦૦૬) તેમજ જમ્‍મુ અને કાશ્‍મીર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી (ડિસેમ્‍બર ૨૦૨૩ - ફેબ્રુઆરી ૨૦૨૫) તરીકે પણ કાર્યરત રહ્યા છે.

 શ્રી ભરતસિંહ સોલંકી ધારાસભ્‍ય (૧૯૯૫ - ૨૦૦૪): તેઓ સતત ત્રણ ટર્મ (૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૦૨) સુધી બોરસદ વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના સભ્‍ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૦૩-૨૦૦૪ દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહ્યા હતા.  લોકસભા સાંસદ (૨૦૦૪ - ૨૦૧૪): ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ આણંદ બેઠક પરથી સતત બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. યુ.પી.એ સરકાર વખતે કેન્‍દ્રમાં ઉર્જા, રેલ્‍વે વગેરે વિભાગોના રાજયકક્ષાના મંત્રી તરીકે રહી ચુકયા છે. મો.૯૮રપ૦ ૪૩૧૧૩ અમદાવાદ.

(4:23 PM IST)