News of Monday, 22nd June 2026
અત્તરની ઇચ્છાવાળા નહિ ખુદ ખુશ્બુવાળા પૂર્વ ડે.સી.એમ. નીતિન પટેલનો જન્મદિન

રાજકોટ :.. ગુજરાતના જાહેર જીવનના ગગનમાં વર્ષોથી ચમકતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન આર. પટેલ માટે રર જુન યાદગાર દિવસ છે. તેમનો જન્મ તા. ૧૯પ૬ ના વર્ષમાં થયેલ. આજે તેમના યશસ્વી જીવનના ૭૧માં વર્ષનો પ્રથમ દિવસ છે. આ પ્રસંગ નિમિતે કડીમાં મહારકતદાન શિબીર યોજાયેલ છે.
શ્રી નીતિન મહેસાણાના કડી નગરપાલિકાના પ્રમુખ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજયમાં વિવિધ વિભાગોમાં મંત્રી તરીકે રહી ચૂકયા છે. સર્વવિદ્યા કેળવણી મંડળ, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ, કડી તાલુકા નવનિર્માણ કમીટી જિલ્લા સહકારી બેંક, કડી માર્કેટ યાર્ડ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. પ વર્ષ રાજયના નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવેલ સ્પષ્ટ વકતા અને પ્રભાવશાળી શાસક તરીકે જાણીતા છે. (પ-૧૪)
વધે તેમની નામના, એવી શુભકામના. મો. ૯૯૭૮૪ ૦પ૩૧૩ અમદાવાદ
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
