તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
સામાજિક સેવા અને સમર્પણની મૂર્તિ સમાન અંજલીબેન રૂપાણીનો જન્મદિવસ

રાજકોટઃ લોકપ્રિય નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીનો આજે જન્મદિવસ છે. સેવા, સહયોગ અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા અંજલિબેનના જન્મદિવસને લઈને તેમના શુભેચ્છકો અને કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અંજલિબેન રૂપાણી માત્ર એક રાજકીય નેતાના પત્ની તરીકે જ નહીં, પરંતુ એક મૃદુ અને સંવેદનશીલ વ્યકિતત્વ તરીકે પણ ઓળખાય છે. હંમેશા લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સાંભળવી અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપવું એ તેમનો સ્વભાવ રહ્યો છે. ખાસ કરીને મહિલા સશકિતકરણ અને સેવાકીય પ્રકલ્પોમાં તેઓ હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. તેઓ ભાજપ મહિલા મોરચામાં પ્રભારી હતા. હાલ તો શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી છે. અને તેનું સંચાલન કરી રહ્યા છે.
અનેક જગ્યાએ તેમના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ, જરૂરિયાતમંદોને ભોજન અને અન્ય સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના સંઘર્ષના દિવસોથી લઈને અત્યાર સુધી અંજાલિબેને એક મજબૂત આધારસ્તંભ બનીને તેમનો સાથ આપ્યો છે. તેઓને જન્મદિને તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
