News of Sunday, 31st May 2026
દાહોદથી મોરબી જઈ રહેલી બેફામ ST બસે ટક્કર મારતા બાઈક ચાલક વિજોરા ગામના યુવકનું કરૂણમોત
યુવક સગાના મરણપ્રસંગની વિધિ પતાવી ઘરે જઈ રહ્યો હતો તે સમયે બસની ટક્કરથી 30 વર્ષીય આશાસ્પદ યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યુ

પંચમહાલ: જિલ્લામાં એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યુ છે.જયારે અન્ય એકને ઇજા પહોંચી છે, ગોધરા-અમદાવાદ હાઈવેના ટુવા ચોકડી પાસે આ અકસ્માત સર્જાયો. દાહોદથી મોરબી જઈ રહેલી બેફામ ST બસે ટક્કર મારી હતી વિજોરા ગામનો યુવક સગાના મરણપ્રસંગની વિધિ પતાવી ઘરે જઈ રહ્યો હતો, તે સમયે બસની ટક્કરથી 30 વર્ષીય આશાસ્પદ યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યુ. બાઈક પર સવાર અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પરિવારજનોમાં હાલ શોકનો માહોલ છે અને ન્યાયની માગ ઉઠી છે. કાંકણપુર પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
