તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો :ચૂંટણીમાં મેન્ડેટ છતા ફોર્મ પાછા ખેંચી લેનારા 37 ઉમેદવારોને આજીવન સસ્પેન્ડ કરાયા
સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ વિશ્વાસઘાત કરનાર માટે પક્ષના દરવાજા કાયમી બંધ કર્યા

સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેન્ડેટ મળ્યા બાદ ફોર્મ ખેંચી લેનાર 34 જેટલા ઉમેદવારોને પક્ષમાંથી આજીવન બરતરફ કર્યા છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ વિશ્વાસઘાત કરનાર માટે પક્ષના દરવાજા કાયમી બંધ કર્યા છે. પક્ષ વિરોધી કાર્ય કરનારને સુરત જિલ્લામાં ભાજપ 6 વર્ષ માટે સસ્પેડ કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસે આજીવન ડિસમિસ કરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સુરત જિલ્લામાં ચાર જિલ્લા પંચાયત બેઠકો, 21 તાલુકા પંચાયત બેઠકો, 18 નગરપાલિકા બેઠકો બિન હરીફ થઈ છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઉમેદવારોએ કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડવાની સંમતિ આપી હતી, પરંતુ અંતિમ સમયે મેદાને જંગ છોડીને ફોર્મ પાછા ખેંચી લીધા હતા. આ પ્રકારની શિસ્તહિનતા પક્ષના વફાદાર કાર્યકરોની નિષ્ઠા સાથે ગદ્દારી સમાન છે.
સસ્પેન્ડ કરવામાં આવેલા નેતાઓમાં જિલ્લા પંચાયતની 7 બેઠકોના ઉમેદવારો, વિવિધ તાલુકા પંચાયતના 18 ઉમેદવારો અને નગરપાલિકા સ્તરના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. કુલ 32 ઉમેદવારો સામે થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક રાજકારણમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, જે લોકોએ લોકશાહીના પર્વમાં પક્ષ સાથે દ્રોહ કર્યો છે, તેઓ જનતાના વિશ્વાસને પણ પાત્ર નથી. આ કડક વલણ આગામી દિવસોમાં અન્ય અસંતુષ્ટો માટે પણ ગંભીર ચેતવણી સમાન બની રહેશે. હાલમાં કોંગ્રેસ પોતાના પાયાના કાર્યકરોને એકજુટ કરીને ફરીથી મેદાનમાં ઉતરવા માટે મક્કમ દેખાઈ રહી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
