<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ગુજરાત યુથ કોંગ્રેસમાં મોટો ભડકો : દિલ્હીના વિરોધ પ્રદર્શનમાં ગેરહાજર રહેનાર ૪૯ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં મોઢું ન બતાવનાર રાજકોટ શહેર - વડોદરા સહિત ૨૪ જિલ્લા પ્રમુખો અને સ્ટેટ સેક્રેટરીઓ સામે હાઈકમાન્ડની લાલઆંખ

અમદાવાદ: દિલ્હી ખાતે તાજેતરમાં ૧ નવેમ્બરના રોજ 'વોટ ચોરી' ના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર ગુજરાત યુથ કોંગ્રેસના કુલ ૪૯ જેટલા પદાધિકારીઓને ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા આગામી સૂચના ન મળે ત્યાં સુધી પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી રાજકીય બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં જનરલ સેક્રેટરીઓ, રાજ્ય સચિવો તેમજ ૨૪ જિલ્લા પ્રમુખોનો સમાવેશ થાય છે. શિસ્તભંગ અને પક્ષના મોરચે નિષ્ક્રિયતા દાખવવા બદલ ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા આ તમામ ૪૯ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા તમામ હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:

ગૌરાંગ મકવાણા (જનરલ સેક્રેટરી ઓપન), યશરાજ ગોહેલ (જનરલ સેક્રેટરી ઓપન), મો. ઈરફાન શેખ (જનરલ સેક્રેટરી ઓપન), જય પટેલ (જનરલ સેક્રેટરી ઓપન), અદનાન તુરાક (જનરલ સેક્રેટરી ઓપન), જયસિંહ રાઠોડ (જનરલ સેક્રેટરી ઓપન), આકાશ પરમાર (જનરલ સેક્રેટરી ઓપન), રિયાજ શેખ (જનરલ સેક્રેટરી ઓપન), વિવેકકુમાર પાડવી (જનરલ સેક્રેટરી ઓપન), શૂરવીરસિંહ રાઓલ (જનરલ સેક્રેટરી ઓપન), ચિરાગ દરજી (જનરલ સેક્રેટરી ઓપન), ગૌરાંગ રાઠોડ (જનરલ સેક્રેટરી ઓપન), મનસુખભાઈ કોઠારીયા (જનરલ સેક્રેટરી ઓબીસી), પ્રકાશ દેસાઈ (જનરલ સેક્રેટરી ઓબીસી), જીજ્ઞેશ કરમટા (જનરલ સેક્રેટરી ઓબીસી), ભૈરવ બારીયા (જનરલ સેક્રેટરી એસસી/એસટી), પૃથ્વીરાજસિંહ વલવી (જનરલ સેક્રેટરી એસસી/એસટી) અને માઝ ખાન તાલુકદાર (જનરલ સેક્રેટરી લઘુમતી).

આ ઉપરાંત રાજ્ય સચિવ (EC) તરીકે આદિત્યસિંહ ગોહેલ, યશપાલસિંહ પરમાર, ચિરાઈલ જોબ, બંસીકુમાર સાવલિયા, શક્તિપાલસિંહ ચુડાસમા, અવધ પટેલ, સુરેશકુમાર સોલંકી, હાર્દિકસિંહ દાયમા સસ્પેન્ડ થયા છે.

જિલ્લા પ્રમુખોમાં હિતેશ સોલંકી (અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ), રવિ બ્રહ્મભટ્ટ (અનરાડ જિલ્લા પ્રમુખ), આશુતોષ રાઠોડ (અરવલ્લી જિલ્લા પ્રમુખ), રતનસિંહ પારગી (બનાસકાંઠા જિલ્લા પ્રમુખ), વિપુલ વસાવા (ભરૂચ જિલ્લા પ્રમુખ), તુષાર કામડી (ડાંગ જિલ્લા પ્રમુખ), યુવરાજસિંહ વાઢેર (દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ), શિવનાથસિંહ રાઠોડ (ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા પ્રમુખ), નવઘણભાઈ ડાભી (ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ), આતીફભાઈ કબીરાની (ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ), મોકાશીબ શમા (જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ), મિહિર મહેતા (જૂનાગઢ શહેર જિલ્લા પ્રમુખ), સાહિલ પરમાર (મહીસાગર જિલ્લા પ્રમુખ), મોહમ્મદ તંઝીલ સેયદ (મહેસાણા જિલ્લા પ્રમુખ), શિવકુમાર પટેલ (નર્મદા જિલ્લા પ્રમુખ), પુરવ તલાવીયા (નવસારી જિલ્લા પ્રમુખ), માઇકલ જોસેફ (પંચમહાલ જિલ્લા પ્રમુખ), કિરણ પરમાર (પાટણ જિલ્લા પ્રમુખ), અજય મોઢા (પોરબંદર જિલ્લા પ્રમુખ), ભાગ્યરાજસિંહ વાલા (રાજકોટ શહેર જિલ્લા પ્રમુખ), કલ્પેશકુમાર ભગોરા (સાબરકાંઠા જિલ્લા પ્રમુખ), બાબુભાઈ પરમાર (સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ) અને પવન ગુપ્તા (વડોદરા શહેર જિલ્લા પ્રમુખ) નો સમાવેશ થાય છે. હાઈકમાન્ડના આ કડક પગલાંને કારણે કોંગ્રેસ પક્ષમાં અંદરખાને ભારે હલચલ જોવા મળી રહી છે.

(4:18 PM IST)