તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 26th November 2026
અમદાવાદના બાવળામાં ભાજપમાં મોટો ભડકો વોર્ડ નંબર 1 ના ભાજપ કોર્પોરેટર મધુબેને રાજીનામું ધર્યું :પક્ષની સત્તા જોખમમાં
કુલ 28 બેઠકોમાંથી 13 કોર્પોરેટરો ભાજપના, 13 કોર્પોરેટરો કોંગ્રેસના જ્યારે 1 કોર્પોરેટર બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાયા હતા

અમદાવાદ જિલ્લાના બાવળા નગરપાલિકામાંથી ભારતીય જનતા પાર્ટી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બાવળામાં ભાજપ સંગઠન અંદરખાને ભારે ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સક્રિય કોર્પોરેટર મધુબેને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.
પોતાના રાજીનામા અંગે મધુબેને સત્તાવાર રીતે જિલ્લા કલેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય અને ઉચ્ચ હોદ્દેદારોને પત્ર સુપરત કરી દીધો છે. અચાનક આવેલા આ રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, અને રાજકીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
બાવળા નગરપાલિકાની કુલ 28 બેઠકો આવેલી છે. અગાઉની ચૂંટણીના પરિણામો મુજબ કુલ 28 બેઠકોમાંથી 13 કોર્પોરેટરો ભાજપના, 13 કોર્પોરેટરો કોંગ્રેસ પાર્ટીના જ્યારે 1 કોર્પોરેટર બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા હતા.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
