<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

કપડવંજ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસને મોટી સફળતા :મુખ્ય આરોપી મિતુલ પટેલની ધરપકડ

આરોપીની પૂછપરછ દરમિયાન વિસ્ફોટ કેસમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે

ખેડાના કપડવંજમાં 27 જૂને થયેલા ફટાકડા ફેક્ટરીના પ્રચંડ બ્લાસ્ટ કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક અને મુખ્ય આરોપી મિતુલ પટેલની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક તપાસમાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસનું માનવું છે કે આરોપીની પૂછપરછ દરમિયાન વિસ્ફોટ કેસમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.

(11:42 AM IST)