તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
સુરત ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા : વોન્ટેડ આરોપી સુરેશ છાબાને ભુવનેશ્વરથી ઝડપાયો
મૂળ રાજસ્થાનના વોન્ટેડ આરોપી સુરેશ હરીરામ છાબાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓડિશાના ભુવનેશ્વરથી દબોચી લીધો

સુરતમાં બનેલી ચકચારી ફાયરિંગની ઘટનામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને મૂળ રાજસ્થાનના વોન્ટેડ આરોપી સુરેશ હરીરામ છાબાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓડિશાના ભુવનેશ્વરથી દબોચી લીધો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી વર્ષ ૨૦૨૦માં રાજસ્થાન પોલીસ દળમાંથી સસ્પેન્ડ એટલે કે બરતરફ થયો હતો અને તેણે પોતાની મહિલા મિત્ર સાથે વાતચીત કરવા બાબતની અંગત અદાવત તેમજ તકરારમાં દેશી તમંચા વડે બેફામ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો અમાનુષી પ્રયાસ કર્યો હતો, જે ગુના સંદર્ભે હાલ સુરત પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ કરીને કોર્ટ પ્રોડક્શન અને રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
