<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

દાહોદના ઝાલોદમાં વાહન ભાડે રાખવાના બહાને મોટું કૌભાંડ: સોલાર કંપનીના નામે 15 ખેડૂતોના વાહનો પચાવી પાડી ગેંગ ફરાર

13 ટ્રેક્ટર,1 તુફાન અને 1બોલેરો મળી કુલ 15 વાહનો લઈને ભેજાબાજો ભાગી ગયા:ખેડૂતોને માસિક ભાડાની લાલચ આપી એક કરોડથી વધુની કિંમતના વાહનો લઈને ભેજાબાજો ફરાર થયા

દાહોદના ઝાલોદમાં વાહન ભાડે રાખવાના બહાને ખેડૂતો સાથે મોટું કૌભાંડ સામે આવ્યું છે. સોલાર કંપનીના નામે 15 ખેડૂતોના વાહનો પચાવી પાડી ગેંગ ફરાર થઈ ગઈ છે. 13 ટ્રેક્ટર, 1 તુફાન અને 1બોલેરો મળી કુલ 15 વાહનો લઈને ભેજાબાજો ભાગી ગયા છે,  એક કરોડથી વધુની કિંમતના વાહનો લઈને ભેજાબાજો ફરાર થયા છે. આરોપીઓએ માસિક ભાડાની લાલચ આપી ખેડૂતોને જાળમાં ફસાવ્યા હતા. બે મહિના સુધી ભાડું ન ચૂકવી આરોપીઓએ વિશ્વાસઘાત કર્યો હતો . માલપુર જઈ તપાસ કરતા સોલાર કંપની મળી નહિ આવતા કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યું હતું  આરોપીઓ મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, ભોગ બનનાર ખેડૂતોએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે . પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે 

(3:53 PM IST)