તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
અમદાવાદના મેમનગરમાં પાર્કિંગમાં વૃધ્ધનો મૃતદેહ મળવા મામલે મોટો ખુલાસો : જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ
ઋત્વિક નામના યુવકે જૂની અદાવતમાં સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરતા કાનજીભાઈને બોથડ પદાર્થ માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતાર્યા

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી એક વ્યક્તિના મૃતદેહ મળવા બાબતે મહત્વનો ખુલાસો થયો છે. 52 વર્ષીય કાનજીભાઈ નામના વ્યક્તિની હત્યા અન્ય કોઈ નહીં પણ પરંતુ સોસાયટીમાં જ રહેતા એક સ્થાનિક દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મેમનગરમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે પ્રાથમિક તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઋત્વિક નામના યુવકે જૂની અદાવત રાખીને સોસાયટીમાં જ છેલ્લા 20 વર્ષથી કામ કરતા કાનજીભાઈને બોથડ પદાર્થ માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો, આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે હત્યા કરવા પાછળનું કારણ જૂની અદાવત હતું.
આરોપી સોસાયટીના જી બ્લોકમાં રહે છે અને મૃતક છેલ્લા 20 વર્ષથી સોસાયટીમાં છૂટક કામગીરી કરતા હતા. શરૂઆતમાં તેઓ લિફ્ટ મેન તરીકે કામ કરતા હતા. બાદમાં સોસાયટીની વાહનોની સાફ-સફાઈનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. મૃતક સોસાયટીના કોમન એરિયામાં જ રહેતો. તેમજ કાનજીભાઈ રોજ સવારે ન્હાતા ત્યારે તેમનો દરવાજો થોડો ખુલ્લો રહેતો જેથી આરોપી ઋત્વિક અવારનવાર તેમને ટકોર પણ કરતો અને બોલ ચાલ પણ થતી. આ સિવાય પણ અગાઉ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેની અદાવત રાખીને આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો
હત્યાના ગુના અને ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવી. પોલીસને મૃતદેહ મળવા અંગે સોસાયટી દ્વારા જાણ કરવામાં આવી, જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન ડોગ સ્ક્વોડના પણ ઘટના પર પહોંચી. જે ઠીક ઘટના સ્થળથી સીધી G બ્લોકમાં પહેલા માળે રહેતા આરોપીના ઘર સુધી ડોગ પહોંચી ગયું. જે બાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા જેમાં સોસાયટીમાં રહેતો ઋત્વિક નામનો યુવક જ શંકાસ્પદ અવસ્થામાં અવરજવર કરતો જોવા મળ્યો. જેના આધારે પોલીસને પ્રબળ શંકા ગઈ કે આરોપી બીજું કોઈ નહીં પરંતુ 25 વર્ષીય ઋત્વિક જ છે. જેની પ્રાથમિક પૂછપરછ કરાઈ અને હકીકત સ્પષ્ટ થઈ.. જેના આધારે ઘાટલોડિયા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે
આરોપી સોસાયટીમાં જ તેના પિતા માતા અને બહેન સાથે રહે છે. આરોપી પોતે બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. ઘાટોડીયા પોલીસે આરોપીની ધરપકડ બાદ હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
