<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને મોટી રાહત: DGVCLએ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવર કાપ રદ કર્યો

હાયર ઑથોરિટીની સ્પષ્ટ સૂચના અનુસાર હવેથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત અને અવિરત ચાલુ રહેશે,

સુરત :દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટર માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેગર ડે મુજબની વીજ કાપની વ્યવસ્થા આજથી રદ કરવામાં આવી છે. હાયર ઑથોરિટીની સ્પષ્ટ સૂચના અનુસાર હવેથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત અને અવિરત ચાલુ રહેશે, જેથી ઉદ્યોગોને મોટી રાહત મળશે

વીજ તંત્ર દ્વારા અગાઉ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ભાર નિયંત્રણ માટે સ્ટેગર ડે અને સાંજના સમયે વીજ કાપ અમલમાં મૂકવામાં આવ્યો હતો. નવી સૂચના મુજબ, કોઈપણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ હવેથી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે, જેને પગલે ફેક્ટરીઓ અને ઉદ્યોગો રાબેતા મુજબ ધમધમતા થશે.

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાહેર કરાયેલા વીજ કાપ અને સ્ટેગર ડેના કારણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું માતબર સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પ્રોસેસિંગ મિલોમાં ઉત્પાદન ચાલુ રાખવા માટે ઉદ્યોગકારોએ ભારે મોંઘા ડીઝલ જનરેટરનો સહારો લેવો પડતો હતો.: દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને ખાસ કરીને ટેક્સટાઈલ સેક્ટર માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેગર ડે મુજબની વીજ કાપની વ્યવસ્થા આજથી રદ કરવામાં આવી છે. હાયર ઓથોરિટીની સ્પષ્ટ સૂચના અનુસાર હવેથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત અને અવિરત ચાલુ રહેશે, જેથી ઉદ્યોગોને મોટી રાહત મળશે.

 

વીજ તંત્ર દ્વારા અગાઉ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ભાર નિયંત્રણ માટે સ્ટેગર ડે અને સાંજના સમયે વીજ કાપ અમલમાં મૂકવામાં આવ્યો હતો. નવી સૂચના મુજબ, કોઈપણ ઔદ્યોગિક ફીડરમાં સાંજના 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ હવેથી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે, જેને પગલે ફેક્ટરીઓ અને ઉદ્યોગો રાબેતા મુજબ ધમધમતા થશે.

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાહેર કરાયેલા વીજકાપ અને સ્ટેગર ડેના કારણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું માતબર સીધું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પ્રોસેસિંગ મિલોમાં ઉત્પાદન ચાલુ રાખવા માટે ઉદ્યોગકારોએ ભારે મોંઘા ડીઝલ જનરેટરનો સહારો લેવો પડતો હતો.

 

(9:53 PM IST)