તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
CCE અને TAT-S પરીક્ષા એક જ દિવસે હોવાથી ઉમેદવારોને મોટી રાહત, કોમન ઉમેદવારો માટે તારીખ બદલાશે
20 સપ્ટેમ્બરે CCE અને TAT-S પરીક્ષા એક જ દિવસે હોવાથી કોમન ઉમેદવારો માટે TAT-Sની તારીખ બદલવામાં આવશે.

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષા અને શિક્ષણ વિભાગની TAT-S ભરતી પરીક્ષા એક જ દિવસે યોજાવાની હોવાથી ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને પરીક્ષામાં સામેલ થનારા કોમન ઉમેદવારોને રાહત આપવામાં આવશે.
CCE અને TAT-S બંને પરીક્ષાઓ 20 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જેના કારણે બંને ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો સામે એકસાથે બે પરીક્ષામાં હાજર રહેવાની મુશ્કેલી ઊભી થઈ હતી.
જે ઉમેદવારની 20 સપ્ટેમ્બરે CCE પરીક્ષા હોય અને તે જ દિવસે TAT-S પરીક્ષા પણ આવતી હોય, તેમની TAT-S પરીક્ષાની તારીખ બદલવામાં આવશે. જોકે, આ સુવિધાનો લાભ માત્ર બંને પરીક્ષામાં સામેલ થનારા કોમન ઉમેદવારોને જ મળશે.
બંને પરીક્ષાઓની તારીખ અથડાતી હોવાથી ઉમેદવારોમાં મૂંઝવણ અને ચિંતા જોવા મળી રહી હતી. હવે તારીખ બદલવાની વ્યવસ્થાથી કોમન ઉમેદવારોને બંને પરીક્ષામાં ભાગ લેવાની તક મળી શકશે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
