તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
શિક્ષકોને મોટી ખુશખબર :વર્ષો જૂની પગાર વિસંગતતાનો અંત: 2 દિવસમાં ચૂકવણું કરવા શિક્ષણ વિભાગનો આદેશ
સરકારી શિક્ષકો માટે વર્ષો જૂની અને ગૂંચવાયેલી પગાર વિસંગતતાના મામલે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો

ગાંધીનગર : ગુજરાતના સરકારી શિક્ષકો માટે વર્ષો જૂની અને ગૂંચવાયેલી પગાર વિસંગતતાના મામલે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધાર બનાવીને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી 1-1-2006 પહેલાં પૂરા પગારમાં આવી ચૂકેલા 112 જેટલા શિક્ષકોને સીધો મોટો ફાયદો થશે. લાંબા સમયથી એવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં સિનિયર શિક્ષકો કરતાં જુનિયર શિક્ષકોનો પગાર વધારે થઈ જતો હતો, જે વિસંગતતાને કારણે શિક્ષક આલમમાં ભારે અસંતોષ હતો. હવે આ આદેશ સાથે જ સરકારે તમામ સંબંધિત અધિકારીઓને આ વિસંગતતા તાકીદે દૂર કરી આગામી 2 દિવસમાં જ ચૂકવણાંનું પ્રમાણપત્ર સુપરત કરવાનો કડક આદેશ પણ આપ્યો છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
