તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: સરકારી શાળાના મુખ્ય શિક્ષકોને (HTAT) હવે સત્રાંત નિવૃત્તિનો લાભ મળશે
ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન તેઓ નિવૃત્ત નહીં થાય અને જે-તે શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ જ તેમને નિવૃત્તિ અપાશે.

ગાંધીનગર :ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો (એચટાટ) માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને મોટો નિર્ણય લીધો છે. નાણાં વિભાગની મંજૂરી બાદ હવે મુખ્ય શિક્ષકોને પણ સામાન્ય શિક્ષકોની જેમ જ સત્રાંત નિવૃત્તિનો લાભ આપવામાં આવશે, એટલે કે ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન તેઓ નિવૃત્ત નહીં થાય અને જે-તે શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ જ તેમને નિવૃત્તિ અપાશે. સરકારના આ વિદ્યાર્થીલક્ષી અને વહીવટી નિર્ણયને પગલે ચાલુ સત્રમાં શાળાઓના શૈક્ષણિક કાર્ય અને ગરિમા પર કોઈ અસર નહીં પડે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
