તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
લીંબડી પાલિકાની ચૂંટણી પહેલા મોટો ફટકો : ભાજપના આગેવાનો સહિત 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
કોંગ્રેસે ભાજપમાં ગાબડુ પાડ્યું: ભાજપના આગેવાન જાદવજી મકવાણા સહિતના 100થી પણ વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાલિકાની ચૂંટણી ટિકિટ વહેંચણીથી નારાજ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પક્ષને રામરામ કર્યા હતા. તેઓ ભાજપમાંથી વિદાય લઈને કોંગ્રેસમાં જોડાયા હતા
ભાજપના આગેવાન જાદવજી મકવાણા સહિતના 100થી પણ વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને તે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ભાજપમાંથી વિદાય લીધી હતી. આના કારણે લીંબડીમાં યોજાનારી આગામી ચૂંટણીમાં ભાજપને ફટકો પડે તેમ માનવામાં આવે છે. ટિકિટ વહેંચણીમાં અસંતોષના પગલે આ સ્થિતિ જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે, પરંતુ આ શિસ્તબદ્ધતાના અંચળા હેઠળ ઘણા સ્થળે કાર્યકરોના અવાજને જે રીતે દબાવી દેવામાં આવે છે તે હવે પક્ષના કાર્યકરોથી સહન થતું લાગતું નથી.
તેના કારણે હવે કાર્યકરો પણ કંટાળીને પક્ષને છોડી રહ્યા છે. કાર્યકરોને એક જ ફરિયાદ છે કે ઉમેદવારોની પસંદગીમાં તેમનો અવાજ નથી. તેમના માથે ઉમેદવારો મારવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને પસંદ કરવા માટે પક્ષે રાબેતા મુજબ સેન્સ લેવાની પ્રક્રિયા તો કરી, પરંતુ આ લીધેલી સેન્સ મુજબ ઉમેદવારો પસંદ કર્યા નથી. તેના કારણે જાણે ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનોનો એકડો જ નીકળી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
