તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ભૂપેન્દ્રભાઈએ લક્ષ્મીનારાયણ દેવનાં પૂજા-અર્ચના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા

રાજકોટઃ વડતાલધામ ખાતે કાર્તિકી સમૈયાના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં દર્શન, પૂજા-અર્ચના કરી સંતો અને આચાર્યશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. વિકાસ અને વિરાસતના સમન્વયનો સંદેશ આપતાં મુખ્યમંત્રીશ્રીએ વડતાલ સંસ્થા દ્વારા નિર્મિત શ્રીહરિકળષ્ણ મહારાજ પ્રાથમિક કુમાર શાળા અને શ્યામવલ્લભ સ્વામી સ્મળતિ દ્વારનું ડિજિટલ લોકાર્પણ કરવા ઉપરાંત ગુજરાતના પ્રથમ લોકભાગીદારી આધારિત સોલાર વિલેજ બનવા જઈ રહેલા પીપળાવ ગામના સોલાર પ્રોજેક્ટનો શુભારંભ કરાવી લાભાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સંતોના આશીર્વાદને પોતાની તાકાત ગણાવી શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જા અને જનકલ્યાણ ક્ષેત્રે વડતાલ સંસ્થાની સેવાકીય પ્રવળત્તિઓને બિરદાવી હતી.
આ પ્રસંગે ડો. સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી, હરિજીવન સ્વામી (ગઢપુર), પી.પી. સ્વામી (જૂનાગઢ), નીલકંઠચરણ સ્વામી (જેતપુર), બાલમુકુંદ સ્વામી (સરધાર), મંત્રીઓ રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા, કમલેશ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, યોગેશભાઈ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, સંસ્થાના ટ્રસ્ટીઓ તેજસભાઈ બિપીનભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અલ્પિતભાઈ પટેલ, દાતા રોહિત બલર સહિત જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, નડિયાદના ડીવાયએસપી, વિવિધ મહાનુભાવો, સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સત્સંગીઓ વચ્ચે બેસીને તેમના પ્રેમ અને લાગણીને માન આપ્યું હતું. વડતાલ સંસ્થા દ્વારા દિવાળી બોનસરૂપે સોલાર પેનલ આપવાની અનોખી પહેલને પણ બિરદાવવામાં આવી હતી. અંતમાં મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીએ સૌનો આભાર વ્યક્ત કરી મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર મંત્રીમંડળના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય તથા અવિરત જનસેવા માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ સમગ્ર પાવન પ્રસંગની વિવિધ ઝલકો તસવીરોમાં નજરે પડે છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
