તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 2nd October 2026
પોરબંદરના ભાવેશ્વર મંદિરે દર્શન કરતા ભૂપેન્દ્રભાઇ

પોરબંદરઃ તાર, મુખ્યમંત્રી શ્રી . ભૂપેન્દ્રભાઇ પટેલ ઓડદર ખાતે સર્વોદય વનના લોકાર્પણ કાર્યક્રમમાં સંધ્યાના સમયે મુખ્યમંત્રીશ્રીએ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી અને આરતીમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મંદિર ખાતે ઉપસ્થિત શ્રદ્ધાળુઓની વચ્ચે સામાન્ય ભક્તની જેમ દર્શન કરી આરતીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીની આ સાદગીપૂર્ણ ઉપસ્થિતિથી મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા કલેકટર શ્રી એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ટી.સી તીરથાણી, પોરબંદર ભાજપ પ્રભારી વિમલ કગથરા,જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા પ્રવીણ ઓડેદરા,રામભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાળા સહિતના સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, ભાવેશ્વર મંદિરે દર્શન અને આરતી કરતા ભૂપેન્દ્રભાઇ ની તસ્વીર (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
