તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દર્શને ભૂપેન્દ્રભાઈ પટેલ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરીને ધજા અર્પણ કરીઃ ગુજરાત રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી

સ્વામી ડો. સંતવલ્લભદાસજી (ચેરમેન, વડતાલ મંદિર), હરિજીવનદાસજી સ્વામી(ચેરમેન, ગઢપુર મંદિર),કોઠારી વિવેકસાગરદાસજી (સાળંગપુર હનુમાનજી મંદિર), શુકદેવ સ્વામી (ગોકુળધામ, નાર)કુંડળ-બોટાદના સંતોએ ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યના વિકાસ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા
રાજકોટ તા.૨૩: પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં શીશ ઝુકાવીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના બોટાદ જિલ્લાના પ્રવાસની ભવ્ય શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં શાષાોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તળત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં સ્વામી ડો. સંતવલ્લભદાસજી (ચેરમેન, વડતાલ મંદિર), હરિજીવનદાસજી સ્વામી(ચેરમેન, ગઢપુર મંદિર),કોઠારી વિવેકસાગરદાસજી (સાળંગપુર હનુમાનજી મંદિર), શુકદેવ સ્વામી (ગોકુળધામ, નાર)કુંડળ-બોટાદના વગેરે સંતો ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
