તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ભરૂચના દહેજ પોલીસ મથકનો કર્મી પોણો લાખની લાંચ લેતા ઝડપાયો:
એસીબીએ છટકું ગોઠવી આબાદ રંગેહાથે ઝડપી લીધો

ભરૂચ: જિલ્લામાં ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી ક્રિપાલસિંહ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની ટીમે લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો છે.
મળતી સત્તાવાર માહિતી મુજબ, આ ભ્રષ્ટ પોલીસ કર્મચારીએ એક સ્થાનિક અરજદાર પાસે તેનું કોઈ અગત્યનું કામ પતાવવા માટે શરૂઆતમાં પૂરા એક લાખ રૂપિયાની માતબર લાંચ માંગી હતી. જોકે, રકઝકના અંતે ૭૦ હજાર રૂપિયામાં આ ગેરકાયદેસર સોદો નક્કી થયો હતો.
એસીબી દ્વારા અગાઉથી જ ખૂબ જ ગુપ્ત રીતે ગોઠવાયેલા છટકામાં આ પોલીસ કર્મચારી ૭૦ હજારની લાંચની રકમ સ્વીકારતી વખતે જ આબાદ પકડાઈ જતાં સમગ્ર ભરૂચ પોલીસ બેડામાં ભારે ખળભળાટ અને સન્નાટો મચી ગયો છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
