તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ભરૂચના દહેજ LNG ટર્મિનલ પર યુદ્ધવિરામ બાદ પ્રથમ વખત એક LNG કેરિયર સુરક્ષિત રીતે પહોંચ્યું
જહાજમાં અંદાજે 62.3 હજાર મેટ્રિક ટન LNGનો જથ્થો લવાયો :છેલ્લા ત્રણ મહિનાથી પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ફસાયેલું ‘દિશા’ જહાજ

ભરૂચના દહેજ LNG ટર્મિનલ પર યુદ્ધવિરામ બાદ પ્રથમ વખત એક LNG કેરિયર સુરક્ષિત રીતે પહોંચ્યું છે. કતારથી LNGનો જથ્થો લઈને આવેલું ‘દિશા’ નામનું જહાજ હોર્મુઝ જળમાર્ગ પાર કરનાર પ્રથમ ભારતીય LNG કેરિયર બન્યું છે. જહાજમાં અંદાજે 62.3 હજાર મેટ્રિક ટન LNGનો જથ્થો લાવવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ફસાયેલું ‘દિશા’ જહાજ હવે સુરક્ષિત રીતે ભારત પહોંચતાં ઊર્જા ક્ષેત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
