તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘની ઉગ્ર માંગ: જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
એક મહિનાથી વરસાદ ના પડતાં પાક સુકાવાની ભીતિ: સમગ્ર જિલ્લાને સત્વરે અછતગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રજૂઆત :પાઇપલાઇન યોજનાઓ તાત્કાલિક કાર્યરત કરી જિલ્લાના તળાવો અને જળાશયોમાં પાણી ભરવા માંગણી

મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે,. મહિસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ના પડતાં પાક સુકાવાની ભીતિ વચ્ચે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ છે. વરસાદ ખેંચાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે . સમગ્ર જિલ્લાને સત્વરે અછતગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રજૂઆત હતી. પાઇપલાઇન યોજનાઓ તાત્કાલિક કાર્યરત કરી જિલ્લાના તળાવો અને જળાશયોમાં પાણી ભરવા માંગણી કરાઈ છે. ઓનલાઇન પદ્ધતિને બદલે અનાજ, કઠોળ અને તેલીબિયાંના બિયારણનું વિતરણ ઓફલાઇન કરી છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા અપીલ કરાઈ છે. વીજ વાયરોની ચોરી અટકાવવા, સ્પેર ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ રાખવા તેમજ તમામ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ (MSP) પર સરખો ન્યાય આપવા માંગ ઉઠી છે .
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
