તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
રાજ્યમાં ભાદરવો ભરપૂરઃ ૨૮ જિલ્લાના ૧૯૩ તાલુકામાં મેઘમહેર, ઉકાઈમાં પોણા બાર ઇંચ વરસાદથી જળબંબાકાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ ઉમરપાડામાં ૮.૩૫, સુબીરમાં ૫.૭૧ અને વઘઈમાં ૫.૬૭ ઇંચ વરસાદ તાપી, સુરત, ડાંગ અને નર્મદા જિલ્લામાં મેઘતાંડવઃ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી ઝરમરથી ધોધમાર વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી: ચોમાસાની આ સીઝનના પ્રારંભે મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ લાંબો વિરામ લેતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. જોકે મેઘરાજાએ ધરતીપુત્રોની અરજ સાંભળી હોય તેમ ભાદરવા મહિનામાં ફરી હેત વરસાવ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૯૩ તાલુકામાં ઝરમરથી લઈને પોણા બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ જોર બતાવ્યું છે. તાપી જિલ્લાના ઉકાઈમાં ૩૦૦ મિલિમીટર એટલે કે ૧૧.૮૧ ઇંચ વરસાદ ખાબક્યો છે.
સુરત જિલ્લાના ઉમરપાડામાં ૨૧૨ મિલિમીટર એટલે કે ૮.૩૫ ઇંચ, ડાંગના સુબીરમાં ૧૪૫ મિલિમીટર એટલે કે ૫.૭૧ ઇંચ, વઘઈમાં ૧૪૪ મિલિમીટર એટલે કે ૫.૬૭ ઇંચ, સોનગઢમાં ૧૪૦ મિલિમીટર એટલે કે ૫.૫૧ ઇંચ, ચોર્યાસીમાં ૧૧૨ મિલિમીટર એટલે કે ૪.૪૧ ઇંચ, ડાંગ-આહવામાં ૧૧૧ મિલિમીટર એટલે કે ૪.૩૭ ઇંચ અને નર્મદાના ડેડિયાપાડામાં ૧૦૮ મિલિમીટર એટલે કે ૪.૨૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ વરસાદ: તાપી જિલ્લામાં ઉકાઈમાં સર્વાધિક ૩૦૦ મિલિમીટર વરસાદ નોંધાયો છે. સોનગઢમાં ૧૪૦, ઉચ્છલમાં ૧૦૧, વ્યારામાં ૬૭, વાલોડમાં ૫૧, ડોલવણમાં ૪૪, નિઝરમાં ૧૨ અને કુકરમુંડામાં ૯ મિલિમીટર વરસાદ નોંધાયો છે. ઉકાઈ અને આસપાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક ઉપર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
સુરત જિલ્લામાં ઉમરપાડા તરબોળ: સુરત જિલ્લાના ઉમરપાડામાં ૨૧૨ મિલિમીટર, ચોર્યાસીમાં ૧૧૨, ઓલપાડમાં ૭૧, સુરત શહેર અને માંગરોળમાં ૬૯-૬૯, બારડોલીમાં ૫૭, કામરેજમાં ૪૮, મહુવા અને પલસાણામાં ૩૯-૩૯, આરેઠમાં ૩૨, માંડવીમાં ૨૯ અને અંબિકામાં ૧૪ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
ડાંગના જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં મેઘમહેર: ડાંગ જિલ્લામાં સુબીરમાં ૧૪૫ મિલિમીટર, વઘઈમાં ૧૪૪ અને ડાંગ-આહવામાં ૧૧૧ મિલિમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ડુંગરાળ વિસ્તારો, નાળાં અને સ્થાનિક જળપ્રવાહોમાં પાણીની આવક વધી છે.
નર્મદા જિલ્લામાં સર્વત્ર નોંધપાત્ર વરસાદ: નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ૧૦૮ મિલિમીટર, ચિકદામાં ૮૮, તિલકવાડામાં ૮૧, સાગબારામાં ૭૦, નાંદોદમાં ૬૩ અને ગરુડેશ્વરમાં ૪૧ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
ભાવનગરના ઘોઘામાં સવા ત્રણ ઇંચ: ભાવનગર જિલ્લાના ઘોઘામાં ૮૨ મિલિમીટર, ભાવનગરમાં ૪૫, તળાજામાં ૪૦, સિહોરમાં ૨૩, પાલીતાણામાં ૧૭, મહુવામાં ૧૩, ઉમરાળામાં ૧૧, જેસરમાં ૯, ગારિયાધારમાં ૭ અને વલ્લભીપુરમાં ૬ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
નવસારીથી મધ્ય ગુજરાત સુધી મેઘસવારી: નવસારી જિલ્લાના વાંસદામાં ૭૧ મિલિમીટર, ચીખલીમાં ૨૨, નવસારી અને ખેરગામમાં ૧૮-૧૮, જલાલપોરમાં ૧૪ તથા ગણદેવીમાં ૯ મિલિમીટર વરસાદ થયો છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં ૬૩ મિલિમીટર, વાસોમાં ૪૩, મહુધામાં ૧૭, કપડવંજમાં ૧૫, માતરમાં ૧૨, ખેડા અને કઠલાલમાં ૧૧-૧૧, મહેમદાબાદમાં ૭ તથા ફાગવેલ, ગળતેશ્વર અને ઠાસરામાં ૬-૬ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
આણંદમાં ૬૦ મિલિમીટર, બોરસદમાં ૩૪, પેટલાદ, ખંભાત અને તારાપુરમાં ૨૦-૨૦, ઉમરેઠમાં ૧૯, સોજીત્રામાં ૧૭ તથા આંકલાવમાં ૯ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં વરસાદી માહોલ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં ૫૨ મિલિમીટર, હાલોલમાં ૩૪, જાંબુઘોડામાં ૩૧, કાલોલ અને ઘોઘંબામાં ૨૪-૨૪, ગોધરામાં ૧૧ તથા શહેરામાં ૨ મિલિમીટર વરસાદ થયો છે.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં ૪૫ મિલિમીટર, કડવાલમાં ૪૪, સંખેડામાં ૪૩, જેતપુર પાવીમાં ૩૨, છોટા ઉદેપુરમાં ૩૦, બોડેલીમાં ૨૩ અને કવાંટમાં ૬ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
વડોદરા જિલ્લાના કરજણમાં ૩૯ મિલિમીટર, સિનોરમાં ૩૧, ડભોઈમાં ૨૯, વાઘોડિયામાં ૨૫, વડોદરા શહેરમાં ૨૧, પાદરામાં ૧૫, દેસરમાં ૧૨ અને સાવલીમાં ૭ મિલિમીટર વરસાદ થયો છે.
પૂર્વ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન: દાહોદ જિલ્લાના લીમખેડામાં ૩૯ મિલિમીટર, દેવગઢબારિયામાં ૨૮, ધાનપુરમાં ૨૬, ગોવિંદ ગુરુ લીમડીમાં ૨૫, દાહોદમાં ૨૨, ઝાલોદમાં ૨૧, ગરબાડામાં ૧૮, સંજેલીમાં ૧૫, સિંગવડમાં ૮ અને સુખસરમાં ૬ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડામાં ૨૧-૨૧ મિલિમીટર, ગોધરમાં ૧૯, કોઠંબામાં ૧૪, બાલાસિનોરમાં ૧૦, વીરપુરમાં ૮ અને ખાનપુરમાં ૨ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં: વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૨૭ મિલિમીટર, નાનાપોંઢામાં ૧૦, પારડીમાં ૯, ધરમપુરમાં ૬, વાપીમાં ૪, કપરાડામાં ૨ અને વલસાડમાં ૧ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી રાહત: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૨૫ મિલિમીટર, ધ્રાંગધ્રામાં ૧૦, લીંબડી અને ચોટીલામાં ૭-૭, મુળીમાં ૬, થાનગઢ અને સાયલામાં ૫-૫, દસાડા અને લખતરમાં ૪-૪ તથા ચૂડામાં ૩ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનારમાં ૧૬-૧૬ મિલિમીટર, તાલાળામાં ૭ અને સૂત્રાપાડામાં ૬ મિલિમીટર વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના રાજુલામાં ૧૩, ખાંભામાં ૭, લાઠીમાં ૫, બાબરા અને સાવરકુંડલામાં ૪-૪ તથા જાફરાબાદ, બગસરા અને અમરેલીમાં ૩-૩ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
મોરબીમાં ૬ અને હળવદમાં ૨ મિલિમીટર વરસાદ થયો છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં ૫, જસદણ અને ગોંડલમાં ૪-૪, વિંછીયામાં ૩ તથા રાજકોટ શહેરમાં ૧ મિલિમીટર વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લાના ગઢડામાં ૭, બોટાદમાં ૫, રાણપુરમાં ૩ અને બરવાળામાં ૨ મિલિમીટર વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની હાજરી: બનાસકાંઠાના હડાદમાં ૨૫ મિલિમીટર, ડીસામાં ૩ તથા દાંતા અને ધાનેરામાં ૨-૨ મિલિમીટર વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજમાં ૨૩, મોડાસામાં ૧૧, સાઠંબામાં ૧૦, શામળાજીમાં ૮, બાયડમાં ૬ તથા ધનસુરા અને માલપુરમાં ૫-૫ મિલિમીટર વરસાદ થયો છે.
મહેસાણા જિલ્લાના સતલાસણામાં ૩૬ મિલિમીટર, વડનગરમાં ૫, વિજાપુર અને કડીમાં ૪-૪, જોટાણા અને મહેસાણામાં ૩-૩, વિસનગર અને ઊંઝામાં ૨-૨ તથા ખેરાલુમાં ૧ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૧૧ મિલિમીટર, પોશીનામાં ૯, વડાલી અને પ્રાંતિજમાં ૬-૬, હિંમતનગરમાં ૫, ઈડર અને તલોદમાં ૩-૩ તથા વિજયનગરમાં ૨ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ: અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ મિલિમીટર, અમદાવાદ શહેરમાં ૧૨, વિરમગામમાં ૧૦, ધોળેરામાં ૬, સાણંદમાં ૨ તથા બાવળા અને માંડલમાં ૧-૧ મિલિમીટર વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં ૪, કલોલમાં ૩ અને માણસામાં ૨ મિલિમીટર વરસાદ થયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સામીમાં ૧-૧ મિલિમીટર વરસાદ નોંધાયો છે.
આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી પ્રસરી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
