<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ભાદરવા ગામે કૌટુંબીક સાળાએ નજીવી બાબતે બનેવી પર પાવડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

તુ કોણ મને કહેવા વાળો છે તેમ કહી ગાળો બોલી ઝઘડો કરવા લાગેલ અને તેના ઘરમાથી પાવડો લઇ આવી ફરીને માથામા પાછળના ભાગે મારી ઇજા કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા ભાદરવા ગામમાં નાનકડી વાતેસાળાએ બનેવી પર હુમલો કર્યાની ઘટના બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

   મળતી માહિતી મુજબ પ્રદીપભાઈ સુખરામભાઈ તડવી (ઉ.વ. ૩૧ ) ( હાલ રહે ભાદરવા ટેકરા ફળિયુ તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા) નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ રાત્રીના સાડા નવ વાગ્યાના સમયે પોતાના ઘરે હાજર હતા તે સમયે ફરીયાદીના ઘરની બાજુમા રહેતા કૌટુંબિક સાળા નિરવભાઇ રમેશભાઇ તડવીનાઓ ફરીયાદીના ઘર આગળ મોટે મોટેથી મોબાઇલ ફોન પર વાતો કરતા હતા અને મોબાઇલ ફોન ઉપર ગમે તેમ બોલતા હોય જેથી ફરીયાદીએ મોબાઇલ ફોન ઉપર ગમે તેમ બોલવાની ના પાડતા નિરવ તડવી ફરીને કહેવા લાગેલ કે તુ કોણ મને કહેવા વાળો છે તેમ કહી ગાળો બોલી ઝઘડો કરવા લાગેલ અને તેના ઘરમાથી પાવડો લઇ આવી ફરીને માથામા પાછળના ભાગે મારી ઇજા કરી લોહી નીકળવા લાગેલ તે વખતે ફરીએ બુમાબુમ કરતા ફરીની પત્ની તથા અન્યો આવી જતા છોડાવવા વચ્ચે પડતા નિરવ જતા જતા ફરીને કહેતો હતો કે આજે તો તુ બચી ગયો છે બીજી વાર લાગમા આવશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો આપતો જતો રહેલ ત્યારબાદ પ્રદીપભાઈ તડવી એ તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા નિરવ તડવી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે

(10:08 PM IST)