તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
દિવાળીની ભેટ સ્વીકારતા પહેલાં સાવધાન! ACBની લાંચિયા બાબુઓ પર બાજનજર
દિવાળી આવતા જ સરકારી બાબુઓની ઓફિસમાં જાણે કે, ભેટનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો ભેટ લઇને આવતા હોય છે : સરકારી બાબુઓ ભેટનાં બદલે કિંમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતાં હોય છેઃ ખાનગી રાહે એસીબીની સરકારી ઓફિસમાં નજર

અમદાવાદ,તા.૪: દિવાળી આવતા જ સરકારી બાબુઓની ઓફિસમાં જાણે કે, ભેટનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો ભેટ લઇને આવતા હોય છે. જોકે, સરકારી બાબુઓએ આવી ભેટ કે પ્રલોભન સ્વીકારતા પહેલા ચેતી જવું પડશે. નહિતર કાયમ માટે પસ્તાવાનો વારો આવી શકે છે.
દિવાળી આવતા જ સરકારી બાબુઓની ઓફિસમાં જાણે કે, ભેટનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો ભેટ લઇને આવતા હોય છે. જોકે, સરકારી બાબુઓએ આવી ભેટ કે પ્રલોભન સ્વીકારતા પહેલા ચેતી જવું પડશે. નહિતર કાયમ માટે પસ્તાવાનો વારો આવી શકે છે. કારણ કે, એન્ટી કરપ્શન બ્યુરો દિવાળીનાં તહેવાર ટાણે જ આવા લાંચિયા બાબુઓને પકડવા સતર્ક થઈ ગયું છે.
છેલ્લાં કેટલાક સમયથી લાંચિયા બાબુઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે. છતાં કેટલાક સરકારી બાબુઓ છે કે, જે હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને યેનકેન પ્રકારે લાંચ લેતા હોય છે. એમાંય દિવાળી જેવા તહેવાર પહેલા તો સરકારી બાબુઓની ઓફિસ બહાર ભેટ સાથે નવા વર્ષની શુભેચ્છા આપનારા લોકોનો રાફડો ફાટે છે. પરંતુ હાલ કોઈ સરકારી બાબુ આવી ભેટ સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વારો આવશે. કારણ કે, એસીબી ખાનગી રાહે સરકારી ઓફિસમાં નજર રાખીને બેઠી છે.
સમગ્ર રાજ્યમાં એસીબીની જિલ્લા પ્રમાણે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે દિવાળીના પર્વમાં સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખી રહ્યા છે અને જો કોઈ સરકારી કર્મચારી આવી ભેટ કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. જોકે, દર વર્ષે એસીબી દ્વારા સરકારી બાબુઓને ચેતવણી આપવામાં આવે છે છતાં પણ કોઈ ડર રાખ્યા વગર ભેટ સ્વીકારતા હોય છે.
હવે સરકારી બાબુઓ ભેટનાં બદલે કિમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતાં હોવાનુ સામે આવ્યું છે. જોકે, એસીબીના ધ્યાને આવી કોઈ ફરિયાદ કે અરજી આવશે તો એસીબી તે અંગે પણ તપાસ કરી જરૂરી પુરાવા સાથે કાર્યવાહી કરશે. જો કોઈ સરકારી કર્મચારી ભેટ કે પ્રલોભનો લઈ રહ્યાં હોવાનું કોઈ નાગરિકના ધ્યાનમાં આવે તો તે એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફરિયાદ કે એસીબી ઓફિસનો સંપર્ક કરી શકે છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
