<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

બારડોલી: અસ્તાન બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડનું નિધન, ચૂંટણી પ્રક્રિયા મોકૂફ

ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ લેતા રાજકીય આલમમાં શોકની લાગણી; અસ્તાન બેઠક પર ચૂંટણી સ્થગિત

બારડોલી:બારડોલી તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી હતી તેવામાં એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અસ્તાન બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ધર્મેશ રાઠોડનું ટૂંકી બીમારી બાદ નિધન થયું છે.
તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ધર્મેશ રાઠોડના અકાળ અવસાનને પગલે, તંત્ર દ્વારા અસ્તાન બેઠક પર યોજાનારી ચૂંટણી પ્રક્રિયાને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દુઃખદ ઘટનાને કારણે પક્ષના કાર્યકરો અને તેમના સમર્થકોમાં ભારે ગમગીની જોવા મળી રહી છે. આગામી સમયમાં ચૂંટણી પંચ દ્વારા આ બેઠક અંગે નવી સૂચના કે કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

(11:45 AM IST)