<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં હડતાળ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં એકસુત્રતા ના જળવાતા બેઠક અનિર્ણિત

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલ બેઠક કોઈ પણ આખરી નિર્ણય વિના જ સંપન્ન

અમદાવાદ :બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજે મળેલ બેઠક કોઈ પણ આખરી નિર્ણય વિના જ સંપન્ન થઈ છે. આ બેઠક અનિર્ણિત રહેવા પામી હતી. રાજ્ય સરકાર સાથે બેઠક પૂર્વે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગુજરાત ભાડા વિધેયક મામલે જે હડતાળનું એલાન આપેલ છે તે અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગઈકાલે આપેલ ખાતરી બાદ આજે સરકાર સાથેની બેઠક સહિતના મુદ્દાઓેને ધ્યાને લઈને ચર્ચા વિચારણા અર્થે મળી હતી. જો કે, હડતાળ મુદ્દે બેઠકમાં એકસુત્રતા ન જળવાતા બેઠક અનિર્ણિત રહેવા પામી હતી.

(6:58 PM IST)