તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
બાપુએ કોઈની દુશ્મનાવટ કે રાજનીતિ માટે નહીં, પરંતુ ગરીબો માટે અવાજ ઉઠાવ્યો: શંકરસિંહના સમર્થનમાં આવ્યા લીલાબેન વસાવા
તેમણે સ્પષ્ટતા કરી કે, બાપુનું નિવેદન ગાંધીનગરના આગેવાનો અને અધિકારીઓને લાગુ પડે છે, અન્ય કોઈ વ્યક્તિ કે સમાજને નહીં.

અમદાવાદ :જંગલ જમીનના પ્રશ્નને લઈને આગેવાન લીલાબેન વસાવાએ શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. લીલાબેન વસાવાએ જણાવ્યું કે, બાપુએ જે નિવેદન કર્યું છે તે ગાંધીનગરમાં બેઠેલા પટેલ, વાણીયા અને બ્રાહ્મણ સમાજના અધિકારીઓને લઈને કર્યું હતું.
તેમણે કહ્યું કે, બાપુએ કોઈની દુશ્મનાવટ કે રાજનીતિ માટે નહીં, પરંતુ ગરીબો માટે અવાજ ઉઠાવ્યો છે. આ નિવેદન કોઈ જાતિવાદ માટે નહોતું. બ્રાહ્મણ સમાજના નેતાઓને અપીલ કરતાં લીલાબેન વસાવાએ કહ્યું કે, બાપુ આદિવાસી સમાજ અને અમારા સમર્થનમાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે, બાપુનું નિવેદન ગાંધીનગરના આગેવાનો અને અધિકારીઓને લાગુ પડે છે, અન્ય કોઈ વ્યક્તિ કે સમાજને નહીં.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
