તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 30th August 2026
અમદાવાદના અમરાઈવાડીમાં રક્ષાબંધનના દિવસે જ સાળાએ કરી બનેવીની હત્યા
રિસામણે ગયેલી પત્નીને મનાવવા માટે પતિ રક્ષાબંધનની રાત્રે ગયેલ હતો જ્યાં બોલાચાલી બાદ નીકળી ગયેલા બનેવી પર આરોપીઓએ મેટ્રો પિલર પાસે રસ્તો રોકી છરીથી હુમલો કર્યો

અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે જ સાળાએ બનેવીની હત્યા કરી હતી પત્ની રિસાઈને પિયર જતા તેને મનાવવા ગયેલા બનેવી અને સાળાના પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો આરોપીઓએ મેટ્રો પિલર પાસે રસ્તો રોકી બનેવી પર છરીથી હુમલો કરી હત્યા નીપજાવી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી એક સગીર સહિત 2 આરોપીને ઝડપી પાડ્યા જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે
રિસામણે ગયેલી પત્નીને મનાવવા માટે પતિ રક્ષાબંધનની રાત્રે પોતાના અમરાઇવાડી ગયો જ્યાં પત્નીના પિયર પક્ષના લોકો સાથે તેની બોલાચાલી થઈ હતી ઝઘડો અને બોલાચાલી બાદ પતિ ત્યાંથી નીકળી ગયો. પરંતુ થોડે દૂર જતા જ તેમના સાળાઓએ તેમને રસ્તામાં જ રોકી લીધો. મૃતકના સાળા સહિત ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેવીનું સારવાર દરમિયાન મોત નીપજતા કેસ હત્યામાં ફેરવાયો છે .
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
