<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

બનાસ બેન્કની ચૂંટણીનું જાહેરનામું: 30 નવેમ્બરથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે :5 ડિસેમ્બરે મતદાન યોજાશે

2 ડિસેમ્બર સુધી પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે.3 ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે

બનાસકાંઠાની સહકારી બેંકિંગ વ્યવસ્થામાં મહત્વ ધરાવતી બનાસ બેંકની ચૂંટણી માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીએ 23 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આગામી 5 ડિસેમ્બરે બનાસ બેંકની ચૂંટણી યોજાશે.

ચૂંટણીના કાર્યક્રમ મુજબ, 24 નવેમ્બરે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ 30 નવેમ્બરથી ઉમેદવારી પત્રો ભરવાની  પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો 2 ડિસેમ્બર સુધી પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે.

3 ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 4 ડિસેમ્બર ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીના મેદાનમાં રહેલા ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે.

ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે 5 ડિસેમ્બરે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. આમ, બનાસ બેંકની ચૂંટણી માટે આગામી દિવસોમાં ઉમેદવારીથી લઈને મતદાન સુધીની તમામ પ્રક્રિયા નિર્ધારિત કાર્યક્રમ મુજબ પૂર્ણ કરવામાં આવશે.

બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેન્ક ગણાતી બનાસ બેન્કની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના સભાસદો માટે ડેલિગેટની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે અને તે જ દિવસે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. ચૂંટણીમાં વિજેતા બનનારા ડેલિગેટને બેન્કની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપવા સાથે મતદાન કરવાનો અધિકાર મળશે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ જિલ્લાના સહકારી માળખાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

(11:24 PM IST)