તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રાજ્યની સરકારી કચેરીઓ,બોર્ડ, કોર્પોરેશન, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકમાં બકરી ઈદની જાહેર રજા હવે તા. ૨૭ને બદલે તા. ૨૮ મેના રોજ રહેશે
રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકો બુધવારના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

ગાંધીનગર :રાજ્યની સરકારી કચેરીઓ,બોર્ડ, નિગમ, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકમાં બકરી ઈદની જાહેર રજા અગાઉ તા. ૨૭ મે ૨૦૨૬ બુધવારના રોજ જાહેર કરવામાં આવી હતી. આ રજા હવે તા. ૨૭ મેના બદલે તા. ૨૮ મે ૨૦૨૬ ગુરૂવારના રોજ રહેશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
હવે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, પંચાયત તેમજ ગુજરાતમાં આવેલી બેંકો બુધવારના રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ અંગે તા. ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ની જાહેર રાજાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
