<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આજે સતત બીજા દિવસે બગોદરા-સનાથલ હાઇવે બંધ

બગોદરા- વેજલકા એકસપ્રેસ વે તથા વિરમગામ-સુરેન્‍દ્રનગર રૂટ ઉપર ડાયવર્ઝન અપાયું : ધ્રાંગધ્રા રૂટ પુનઃ ચાલુ થયો

રાજકોટ, તા., રપઃ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ગઇકાલે બગોદરા-બાવળા તરફ  ભારે વરસાદી પાણી ભરી વળતા રસ્‍તો બંધ કરાયો હતો અને સૌરાષ્‍ટ્રને ભારે અસર થઇ હતી. આજે પણ સતત બીજા દિવસે પાણીનો પ્રવાહ અવિરત ચાલુ રહેતા આ રસ્‍તો બંધ છે.

 બગોદરા-સનાથલ હાઇવે બંધ હોવાથી બગોદરા-વેજલકા એકસપ્રેસ વે તથા વિરમગામ-સુરેન્‍દ્રનગર રૂટ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્‍યું હોવાનું બગોદરા પોલીસ સ્‍ટેશનના અધિકારીએ જણાવ્‍યું હતું.

અમદાવાદ અને બગોદરા પંથકમાં ભારે વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. જેના કારણે હાઇવે ઉપર મુખ્‍ય રસ્‍તો બંધ થઇ જતા અમદાવાદથી રાજકોટ-સૌરાષ્‍ટ્ર આવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ગઇકાલ બપોરથી આ પાણી ભરાઇ જતા સમસ્‍યા સર્જાઇ છે. પાણી વધુ પ્રમાણમાં હોવાથી ર૪ કલાક થવા છતા પણ પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે.

જો કે ધ્રાંગધ્રા તરફનો હાઇવે ચાલુ થઇ ગયો હોવાનું ધ્રાંગધ્રા પોલીસ સ્‍ટેશનના અધિકારીએ જણાવ્‍યું હતું.

(2:57 PM IST)