News of Wednesday, 30th September 2026
ધોળકાનું બદરખા ગામ વગર વરસાદે પાણીમાં ગરકાવ: છેલ્લા બે મહિનાથી અનેક વિસ્તારો પાણીથી લથબથ
પાણીના નિકાલ માટે પંપ મૂકાયા હતા પરંતુ બે દિવસમાં જ તંત્રએ પંપ હટાવી લીધા: રસ્તા પર પાણી ભરાતા ટ્રેક્ટર સિવાય અવરજવર મુશ્કેલ:દુકાનદારોના ધંધા-રોજગારને પણ અસર થઈ

ધોળકાનું બદરખા ગામ વગર વરસાદે પાણીમાં ગરકાવ થયું છે ધોળકા તાલુકાના બદરખા ગામમાં છેલ્લા બે મહિનાથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. પાણીના નિકાલ માટે પંપ મૂકાયા હતા, પરંતુ બે દિવસમાં જ તંત્રએ પંપ હટાવી લીધા હતા બદરખાના રામદેવપીર મંદિર, ઠાકોરવાસ, રબારીવાસ અને દલિતવાસ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. રસ્તા પર પાણી ભરાતા ટ્રેક્ટર સિવાય અવરજવર મુશ્કેલ બની છે અને દુકાનદારોના ધંધા-રોજગારને પણ અસર થઈ છે. પાણીનો રંગ બદલાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક મહિલાઓએ સરપંચ સામે પણ આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક પાણીનો નિકાલ અને રસ્તાની કામગીરી કરવાની માંગ કરી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
