<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

માહિતી ખાતાના દિપોત્સવી અંકમાં પ્રકાશિત ગઝલને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે અઝીઝ ટંકારવીએ સ્પષ્ટતા કરી

ટંકારવીએ કહ્યું કે રામ, ભરત અને સૂફી સંતોના ઉદાહરણો દ્વારા જીવનને વધુ સારું બનાવવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદ : માહિતી ખાતાના દિપોત્સવી અંકમાં પ્રકાશિત ગઝલને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે અઝીઝ ટંકારવીએ સ્પષ્ટતા કરી છે કે તેમની રચનાનો હેતુ પ્રેમભાવ અને આત્મશુદ્ધિનો સંદેશ આપવાનો છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રેમને ધર્મ કે જ્ઞાતિ સાથે કોઈ લેવાદેવા નથી. રામ અને ભરતના ઉદાહરણ દ્વારા તેમણે રામને ઊંચા દરજ્જા પર દર્શાવ્યા છે. જ્યારે શેખ મીરાનાં મદરેસામાંથી પાઠ ભણવાની વાતનો અર્થ પોતાની અંદર શુદ્ધતા લાવવાનો છે. ટંકારવીએ કહ્યું કે રામ, ભરત અને સૂફી સંતોના ઉદાહરણો દ્વારા જીવનને વધુ સારું બનાવવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

(5:32 PM IST)