News of Tuesday, 24th November 2026
પાણી અને વીજળી બચાવવા ગાંધીનગરમાં જાગૃતિ કાર્યક્રમ : ભવિષ્યની પેઢી માટે સંરક્ષણનો સંદેશ
ઘરકામ કરતા ભાઈઓ અને બહેનોને રોજિંદા કામકાજ દરમિયાન પાણી અને વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા માર્ગદર્શન અપાયું

ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા મહાકાલેશ્વર મંદિરના હોલમાં નેચર ફર્સ્ટ ટ્રસ્ટ દ્વારા પાણી અને ઊર્જા બચાવવા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અલનીનોની અસર અને વધતા વૈશ્વિક તાપમાનને ધ્યાનમાં રાખીને ઉનાળામાં પાણીની અછત અને વીજળીના વધતા વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઘરકામ કરતા ભાઈઓ અને બહેનોને રોજિંદા કામકાજ દરમિયાન પાણી અને વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા માર્ગદર્શન અપાયું હતું. પાણી અને ઊર્જાની બચત કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા તેમજ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા અપીલ કરાઈ હતી. આ અભિયાનને ગુજરાત સહિત દેશભરમાં પહોંચાડવાનો ટ્રસ્ટનો ઉદ્દેશ છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
