તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
સુરતમાં શેરબજારમાં રોકાણના નામે 46 લાખ પડાવનાર સાયબર ફ્રોડનો આરોપી અવિનિક વઘાસિયા ઝડપાયો
પકડાયેલો આરોપી કમિશનના આધારે કામ કરતો અને ભોગ બનનાર પાસેથી મેળવેલા નાણાં આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો

સુરત સાયબર ક્રાઈમ પોલીસે શેર માર્કેટમાં રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા રેકેટનો પર્દાફાશ કરીને અવિનિક વઘાસિયા નામના આરોપીની ધરપકડ કરી છે. આ સાયબર ઠગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા લોકોને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને 46 લાખની મોટી રકમ પડાવી લીધી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી કમિશનના આધારે કામ કરતો હતો અને ભોગ બનનાર પાસેથી મેળવેલા નાણાં આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડતો હતો. સુરત સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી મુખ્ય સૂત્રધારની શોધખોળ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
