<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

પંચમહાલમાં સરેરાશ 65% મતદાન: જાંબુઘોડાના આદિવાસી પંથકે રેકોર્ડબ્રેક મતદાન કરી બાજી મારી

જનતાએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી

પંચમહાલ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા અત્યંત ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પંચમહાલ જિલ્લાની જનતાએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. સમગ્ર જિલ્લામાં સરેરાશ 65 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં પંચમહાલના જાંબુઘોડા તાલુકાએ બાજી મારી છે. પછાત ગણાતા આ આદિવાસી વિસ્તારના મતદારોએ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જાંબુઘોડામાં 80 ટકાથી પણ વધુ રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. આ આંકડો શહેરી વિસ્તારના સુશિક્ષિત મતદારો માટે એક મોટી શીખ સમાન છે, જેઓ ઘણીવાર ગરમી કે અન્ય બહાના હેઠળ મતદાન કરવાનું ટાળતા હોય છે.

(9:01 PM IST)