તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવવા ટૂંકમાં સત્તામંડળના પુનર્ગઠન શક્ય
વધતા શહેરીકરણની સમસ્યાને રોકવા હવે શહેરી વિકાસ તંત્રમાં મોટા માળખાકીય ફેરફારો માટે બંધ બારણે કમર કસાઈ રહી છે : રાજ્યમાં હવે, એકીકૃત શહેરી નિયંત્રણ વ્યવસ્થા તરફ સરકાર આગળ વધી રહી હોવાના સંકેત

અમદાવાદ તા.૩: ગુજરાતના શહેરી વિકાસ તંત્રમાં આગામી સમયમાં મોટા વહીવટી અને માળખાકીય ફેરફારો થઈ શકે છે. રાજ્યના મોટા શહેરોના સતત વિસ્તરણ, વધતી બાંધકામ પ્રવૃત્તિઓ અને લાંબી મંજૂરી પ્રક્રિયાઓ વચ્ચે હવે સરકાર વધુ કેન્દ્રિત, ઝડપી અને ટેક્રોલોજી આધારિત શહેરી વહીવટ ઊભું કરવાની દિશામાં આગળ વધી રહી છે. જોકે, અત્યાર સુધી કોઈ નાના-મોટા સત્તામંડળના પુનર્ગઠન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ બાંધબારણાંની ચાલી રહેલી તૈયારીઓ ઉપરાંત ટેક્રોલોજી આધારિત દેખરેખ અને મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવાના પ્રયત્નોને જોતા, રાજ્યના શહેરી વિકાસ તંત્રમાં આવનારા સમયમાં મોટા ફેરફારો જોવા મળે તેવી શક્યતા હાલને તબક્કે નકારી શકાતી નથી. રસ્તા, પાણી, ડ્રેનેજ, ટ્રાફિક અને બાંધકામ સંબંધિત માહિતી એક જ નિયંત્રણ વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ બને તો પ્રોજેક્ટસની દેખરેખ વધુ અસરકારક બની શકે તેવી માન્યતા વહીવટી વર્તુળોમાં જોવા મળે છે. જોકે, હાલને તબક્કે આ મામલો વિચારણા હેઠળ મનાય છે પરંતુ આગામી સમયમાં આ દિશામાં આરંભાયેલી આ કામગીરી ટૂંકમાં કોઈ નક્કર સ્વરૂપે ચોક્કસ જાહેર સૂત્રોની જાણકારી એવી છે કે, રાજ્યના વિકાસ સત્તામંડળોની ફરીથી રચના કરવા અંગે અભ્યાસ કરાઈ રહ્યો છે. રાજ્ય સરકાર, હાલ અલગ અલગ વિકાસ સત્તામંડળો અને શહેરી સંસ્થાઓ વચ્ચે સંકલનની અછત અનુભવી રહી છે. ઘણી જગ્યાએ એક જ પ્રકારની મંજૂરી માટે અલગ અલગ કચેરીઓ વચ્ચે ફાઈલો ફરતી રહેતી હોવાની ફરિયાદો લાંબા સમયથી સાંભળવા મળે છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે કેટલાક નાના અથવા સમાન કામગીરી ધરાવતા સત્તામંડળોની રચના અને સીમાઓ અંગે અંદરખાને અભ્યાસ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. નજીકના વિસ્તારોમાં કાર્યરત કેટલાક વિકાસ તંત્રોને ભવિષ્યમાં વધુ સંકલિત માળખા હેઠળ લાવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ દિશામાં જ દોહરાતી સત્તાઓ ઘટાડવા અંગે પણ વિચાર કરાઈ રહ્યો છે. શહેરી વિકાસ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓનું માનવું છે કે, અનેક વિસ્તારોમાં સત્તાઓના ક્ષેત્રો એકબીજા સાથે અથડાતા હોવાથી નિર્ણય પ્રક્રિયા ધીમી બની જાય છે. એક કચેરીમાં મંજૂરી મળ્યા પછી બીજી કચેરીમાં ફાઇલ અટવાઈ રહે તેવી પરિસ્થિતિઓ ઉભી થાય છે ત્યારે હવે આવી દોહરાતી પ્રક્રિયાઓ ઘટાડીને વધુ સ્પષ્ટ અને એકરૂપ વહીવટી માળખું ઊભું કરવાની દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે
એક જ બારીથી મંજૂરી, ઓનલાઈન પદ્ધતિ વિકસાવાશે
આ સમગ્ર બદલાવમાં સૌથી વધુ ભાર 'એક જ બારીથી મંજૂરી' જેવી વ્યવસ્થા ઉપર મૂકાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. જેમાં, બાંધકામ મંજૂરી, નકશા પાસિગ, જમીન ઉપયોગ પરિવર્તન અને વિવિધ ટેકનિકલ મંજૂરીઓ માટે અરજદારોને અનેક કચેરીઓમાં ફરી વળવું ન પડે તે માટે વધુ ઝડપી ઓનલાઈન પદ્ધતિ ઊભી કરવાની દિશામાં કામ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.
સ્માર્ટ સિટીથી સંકલિત શહેર નિયંત્રણ તરફ
ચર્ચા એવી પણ છે કે, ટેક્રોલોજી આધારિત નિયંત્રણ અને માહિતી વ્યવસ્થાઓ હવે શહેરી વિકાસના કેન્દ્રમાં લવાશે. જેમાં, સ્માર્ટ સિટી યોજનાઓ હેઠળ ઉભી થયેલી સંકલિત નિયંત્રણ વ્યવસ્થાઓ, દેખરેખ કેન્દ્રો અને શહેર સ્તરના માહિતી માળખાને હવે અન્ય શહેરી વહીવટી પ્રણાલીઓ સાથે વધુ મજબૂત રીતે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
હવે ફકત મંજુરી નહિં પરતું સતત દેખરેખ જરૂરીᅠᅠ
સૂત્રોની માહિતી મુજબ, આગામી સમયમાં માત્ર મંજૂરી આપવી પૂરતી નહીં રહે પરંતુ કામની ગતિ, ખર્ચ, સમયમર્યાદા અને જમીન ઉપરની વાસ્તવિક સ્થિતિ ઉપર પણ સતત નજર રાખવાની પદ્ધતિ વધુ સક્રિય બની શકે છે. આ કારણે શહેરી વિકાસ વિભાગમાં હવે ઝડપી મંજૂરી સાથે સતત સમીક્ષા પણ વહીવટી તંત્રનો મહત્વનો ભાગ બની શકે છે.
બાકી રહેલી અરજીની સ્થિતિ પર સીધી નજર રખાશે
સચિવાલયના કેટલાક વર્તુળોમાં તો એવી પણ ચર્ચા છે કે આગામી સમયમાં મંજૂરી પ્રક્રિયાની ગતિ અને બાકી રહેલી અરજીઓની સ્થિતિ ઉપર સીધી દેખરેખ રાખવાની પદ્ધતિ વધુ મજબૂત બની શકે છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
