તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
સાણંદ અને બાવળામાં જળબંબાકાર બાદ તંત્ર એક્શનમાં: તારાજી અને નુક્સાન અંગે સહાય કરવા અંગે તંત્રની ટીમો તૈનાત કરાઈ.
ધારાસભ્ય, કમિશનર, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી: કલેક્ટરે પણ પોતાની ટીમ સાથે સ્થિતિને પહોંચી વળવા આદેશ આપ્યા

અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળામાં જળબંબાકાર બાદ તંત્ર એક્શનમાં આવ્યુ છે. મંત્રી પ્રઘુમન વાજાને સમગ્ર પરિસ્થિતિની જવાબદારી સોંપવામાં આવી છે મંત્રી પ્રઘુમન વાજાએ બાવળા નગરપાલિકા પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો ધારાસભ્ય, કમિશનર, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી કલેક્ટરે પણ પોતાની ટીમ સાથે સ્થિતિને પહોંચી વળવા આદેશ આપ્યા હતા . તારાજી અને નુક્સાન અંગે સહાય કરવા અંગે તંત્રની ટીમો તૈનાત કરાઈ છે
મહત્વનું છે કે અમદાવાદમાં બાવળા સહિત 3 તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં 24 કલાકમાં આશરે 15થી 20 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે મંત્રી પ્રદ્યુમન વાજાએ ટ્રેક્ટરમાં બેસીને સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત લોકોને સહાય કરવાની દીશામાં કવાયત હાથ ધરી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
